ઘંમ રે ઘંમ ઘંટી

ઘંમ રે  ઘંમ ઘંટી બાજરો ને બંટી, જીણું દળું  તોઊડી  ઊડી જાય.

                   જાડું દળું તો કોઈ નવ ખાય.


મારા તે ઘરમાં સસરોજી એવા, હાલતા જાય,ચાલતા જાય,

                   લાપસીનો કોળિયો ભરતા જાય.


મારા તે ઘરમાં નણંદબા એવા, નાચતાં જાય, કૂદતાં  જાય,

                       રાંધી રસોઈ ચાંખતાં જાય.


મારા  તે ઘરમાં દિયરજી  એવા, રમતા  જાય, કૂદતાં  જાય,

                        મારું  ઉપરાણું લેતા જાય.


મારા  તે ઘરમાં  સાસુજી  એવાં, વાળતાં  જાય  બેસતાં જાય,

                       ઊઠતા બેસતાં ભાંડતાં જાય.


મારા  તે ઘરમાં  પરણ્યાજી એવા,   હરતા  જાય  ફરતા જાય,

                       માથામાં ટપલી મારતા જાય.


ઘંમ રે ઘંમ ઘંટી, બાજરો ને બંટી, જીણું દળું તો ઊડી ઊડી જાય,

                        જાડું દળું તો કોઈ નવ ખાય.


આભારસહ http://vishwadeep.wordpress.com માંથી

source:internate

0 Comments:

blogger templates | Make Money Online