સોનાવરણી સીમ બની,
મેહુલિયે કીધી મ્હેર રે
ભાઇ ! મોસમ આવી મહેનતની.
નદીયુંના જલ નીતર્યાં
લોકોમાં લીલાલ્હેર રે …. ભાઇ! મોસમ..
લીલો કંચન બાજરો
ને ઊજળો દૂધ કપાસ રે …. ભાઇ! મોસમ..
જુવાર લોથે લૂમે ઝૂમે
ને હૈયામાં હુલ્લાસ રે …. ભાઇ! મોસમ..
ઉપર ઊજળા આભમાં
કુંજડિયુંના કલ્લોલ રે …. ભાઇ! મોસમ..
વાતા મીઠા વાયરા
ને લેતા મોલ હિલોળ રે …. ભાઇ! મોસમ..
હો! લિયો પછેડી દાતરડાં,
આજ સીમ કરે છે સાદ રે …. ભાઇ! મોસમ..
રંગે સંગે કામ કરીએ
થાય મલક આબાદ રે …. ભાઇ! મોસમ..
લીંપી- ગૂંપી ખળાં કરો,
લાવો ઢગલે ઢગલા ધાન રે …. ભાઇ! મોસમ.
રળનારો તે માનવી
ને દેનારો ભગવાન રે …. ભાઇ! મોસમ
આભારસહ http://pateldr.wordpress.com માંથી
source:internate
0 Comments:
Post a Comment