પ્રભુ શ્રી અનંતનાથ ભગવાનને ઓળખો..
-------------------------------------------
(૦૧) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ - ત્રણ.
(૦૨) જન્મ સ્થળ અને દિક્ષા સ્થળ - અયોધ્યા નગરી.
(૦૩) તીર્થંકર નામકર્મ - પદ્મરથરાજાના ભવમાં.
(૦૪) દેવલોકનો અંતિમ ભવ - પ્રાણત દેવલોક.
(૦૫) ચ્યવન કલ્યાણક - અષાઢ વદ-૭, રેવતી નક્ષત્ર અને અયોધ્યા નગરીમાં.
(૦૬) માતાનું નામ - સુયશા રાણી અને પિતાનું નામ - સિંહસેન રાજા.
(૦૭) વંશ - ઇક્ષ્વાકુ વંશ અને ગોત્ર - કાશ્યપ.
(૦૮) ગર્ભવાસ-૯ માસ અને છ દિવસ.
(૦૯) લાંછન-સિંચાણો(બાજ પક્ષી) અને વર્ણ-સુવર્ણ.
(૧૦) જન્મ કલ્યાણક - ચૈત્ર વદ- ૧૩, પુષ્ય નક્ષત્રમાં.
(૧૧) શરીર પ્રમાણ - ૫૦ ધનુષ્ય.
(૧૨) દિક્ષા કલ્યાણક - ચૈત્ર વદ- ૧૪, રેવતી નક્ષત્રમાં.
(૧૩) કેટલા જણ સાથે દિક્ષા - ૧૦૦૦ રાજાઓ સાથે.
(૧૪) દિક્ષા શીબીકા - સાગરદત્તા અને દિક્ષા તપ - છઠ્ઠ.
(૧૫) પ્રથમ પારણું - વર્ધમાન નગરમાં વિજય રાજાએ ખીરથી કરાવ્યું.
(૧૬) છદ્મસ્થા અવસ્થા - ત્રણ વર્ષ.
(૧૭) કેવલજ્ઞાન કલ્યાણક - છઠ્ઠ તપ, અયોધ્યામાં અશોકવૃક્ષની નીચે ચૈત્ર વદ- ૧૪, રેવતી નક્ષત્રમાં થયું.
(૧૮) શાસનદેવ - પાતાળ યક્ષ અને શાસનદેવી - અંકુશા દેવી.
(૧૯) ચૈત્યવ્રુક્ષની ઉંચાઈ- ૬૦૦ ધનુષ.
(૨૦) પ્રથમ દેશનાનો વિષય- લોક સ્વરૂપ ભાવના અને નવ તત્ત્વનું સ્વરૂપ.
(૨૧) સાધુ - ૬૬,૦૦૦ અને સાધ્વીજી- પદ્મા આદિ ૬૨,૦૦૦.
(૨૨) શ્રાવક - ૨,૦૬,૦૦૦ અને શ્રાવિકા - ૪,૧૪,૦૦૦.
(૨૩) કેવળજ્ઞાની - ૫,૦૦૦, મન:પર્યવજ્ઞાની - ૫,૦૦૦ અને અવધિજ્ઞાની - ૪,૩૦૦.
(૨૪) ચૌદપૂર્વધર -૧,૦૦૦ અને વૈક્રિયલબ્ધિઘર - ૮,૦૦૦ તથા વાદી - ૩,૨૦૦.
(૨૫) આયુષ્ય - ૩૦ લાખ વર્ષ
(૨૬) નિર્વાણ કલ્યાણક- ચૈત્ર સુદ - ૫, પુષ્ય નક્ષત્રમાં.
(૨૭) મોક્ષ સ્થળ- સમ્મેતશિખર,
મોક્ષતપ-માસક્ષમણ
મોક્ષાસન - કાયોત્સર્ગાસન.
(૨૮) મોક્ષ સાથે - ૭,૦૦૦ સાધુ
(૨૯) ગણધર - યશ આદિ - ૫૦
(૩૦) શ્રી ધર્મનાથ પ્રભુનું અંતર - ચાર સાગરોપમ.
0 Comments:
Post a Comment