આપનું મુખ જોઇ ....

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો 'આદિલ' ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

-- 'આદિલ મન્સૂરી'

અભાર સહ  આશિષ ચોટલિયા ના email માંથી

0 Comments:

blogger templates | Make Money Online