મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે;પળપળ તારાં દર્શન થાયે,
દેખે દેખણહારા રે.નહિ પૂજારી નહિ કોઇ દેવા,
નહિં મંદિરને તાળાં રે;નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે.વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે;મંદિરમાં તું ક્યાં છુપાયો,
શોધે બાળ અધીરાં રે.
- જયંતીલાલ આચાર્ય ‘પુંડરીક’
આભારસહ http://amitpisavadiya.wordpress.com માંથી
Source : Internet
0 Comments:
Post a Comment